Amazon ni Safadta Nu Rahasya- Gujarati
315એમેઝોન નું નામ કોને નથી સાંભળ્યું દરેક નાના મોટા એ નામ સાંભળ્યું છે અરે સાંભળ્યું શું આમાંથી દરેક લોકો ખરીદી પણ કરતા હશે આજે વિશ્વમાં ફેલાયેલી આ કંપની ના મલિક જેફ બેઝોસે આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે ઉભું કર્યું એ આ Book છે*🔥📖
જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનિક છે તેમને એક સામાન્ય ઓનલાઇન પુસ્તક વેચવાથી આ શરૂઆત કરી હતી.
આ પુસ્તક બઝોસના અગત્યના પાઠ, એમની માનસિકતા ,સિદ્ધાંતો અને એમને લીધેલા પગલાં જેના દ્વારા એમેઝોને આ શિખર હાંસિલ કરી છે.
એમના 14 સિદ્ધાંતો તમારો ધંધો મંદો હોય,વિકાસ થતો ન હોય એમના માટે,યુવાનો માટે માર્ગદર્શક છે જે ધંધો કરવા માંગતા હોય આ એક એવી માર્ગદર્શિકા છે જે તમને ક્યાંય નહીં મળે
જેફ બેઝોસે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપનીઓ પૈકી એકની સ્થાપના કરી છે, અને એ રીતે તે પોતે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બિઝનેસના ઇતિહાસમાં કોઇપણ કંપની સૌથી ઝડપી ૧૦૦ અબજ ડૉલરના વેચાણે પહોંચી હોય તો તે છે એમેઝોન. બેઝોસે પુસ્તકો ઑનલાઇન વેચવાથી શરૂઆત કરી હતી.
બેઝોસે આવું કેવી રીતે કર્યું?
સદ્નસીબે બેઝોસે પોતે જે માર્ગ અખત્યાર કર્યો તેની સ્પષ્ટ રીતે જોઈ શકાય એવી ગુપ્ત બાબતો જાતે જ પૂરી પાડી છે. જો આ જ માર્ગને અનુસરવામાં આવે તો અન્ય બિઝનેસ માલિકો પણ સફળ થઈ શકે. છેલ્લા ૨૧ કરતાં વધુ વર્ષથી બેઝોસ તેમની કંપનીના શેરધારકોને જાતે પત્ર લખતા રહ્યા છે જેમાં એમેઝોનની પ્રગતિ માટે તેમણે ઉપયોગમાં લીધેલા સિદ્ધાંતો તથા વ્યૂહરચનાઓની માહિતી મળે છે. સૌપ્રથમ વખત ‘એમેઝોનની સફળતાનું રહસ્ય’ પુસ્તક દ્વારા એ તમામ અગત્યના પાઠ, માનસિકતા, સિદ્ધાંતો તથા બેઝોસે લીધેલાં પગલાં અહીં જાહેર થાય છે જેને કારણે એમેઝોન આજની જંગી સફળતા સુધી પહોંચી શકી છે. આ સિદ્ધાંતોનો અમલ કરવાથી ઊંચા અને ઝડપી પરિણામ મળી શકે છે.
*તમારો બિઝનેસ શરૂ કરવા અને વિકસાવવા માટે કોઈ એક માર્ગદર્શિકા ની જરૂર હોય તો તે આ બુક છે
1 in stock
Description
Amazon ni Safadta Nu Rahasya- Gujarati