સ્ટોક માર્કેટમાં સફળ થવાની 41 ટિપ્સ
149આ પુસ્તક પ્રસિદ્ધ રિસર્ચ એનાલિસ્ટ મહેશ ચંદ્ર કૌશિકનું અનોખું પુસ્તક છે. હાલના સમયમાં સ્ટોક માર્કેટમાં જૂનીપુરાણી ટૅક્નિક્સ લગભગ પ્રભાવહીન થઈ ચૂકી છે, કારણ કે ડિસ્કાઉન્ટ હાઉસિસના આવવાથી અને બજારમાં ઑપ્શન તેમ જ ડિલિવરીમાં નાના રોકાણકારોની ભાગીદારી વધવાની સાથે એ સમય હવે વીતી ગયો,
જ્યારે રોકામકાર કોઈ શેરને મોટી સંખ્યામાં ખરીદીને પંદરથી વીસ ટકાના વળતર માટે હોલ્ડ પર રાખતા હતા. વર્તમાન સમયમાં મોટા ભાગના રોકાણકારો અથવા તો ઇન્ટ્રા-ડેમાં કામકાજો કરીને એક જ દિવસમાં નફો કમાઈ રહ્યા છે અથવા ઑપ્શનમાં સાત દિવસના ઓછા સમયગાળાની કોલ પુટમાં પૈસા કમાઈ રહ્યા છે અથવા સ્વિગં ટ્રેડમાં થોડો નફો કમાઈ રહ્યા છે, જેનાથી માર્કેટમાં ટૂંકાગાળામાં ઉતાર-ચઢાવ વધુ થતા હોય છે. આ પુસ્તક આ જ સંદર્ભમાં લખાયું છે. આ વઇષયના પુસ્તકોમાં આ એકમાત્ર પુસ્તક છે
જેમાં ઇન્ટ્રા-ડે, ઑપ્શન ટ્રેડ તેમ જ સ્વિંગ ટ્રેડનો સમાવેશ કરીને લેખકે ગાગરમાં સાગર સમાવી લેવાનો સાર્થક પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં લેખકે તેમના પંદર વર્ષના ટ્રેડિંગ અનુભવને 41 ટિપ્સના માધ્યમ દ્વારા વાચકો સામે મૂક્યા છે, જે શેર બજારમાં નફો કમાવવાની ઇચ્છા ધરાવતા નાના અને મોટા તમામ રોકાણકારો માટે ઉપયોગી છે.
2 in stock
Description
Stock Market Book