મૅજિક ઓફ થિંકિંગ બિગ – Gujarati Translation of The Magic of Thinking Big by David J Schwartz
310લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો
આ પુસ્તક વાંચીને લાખો-કરોડો લોકોએ તેમની જિંદગી સુધારી છે… સફળતા મેળવી છે. ઉચ્ચ વિચારોનો જાદુ વાંચીને તમે શીખી શકો છો કે શ્રેષ્ઠ નોકરી કેવી રીતે મેળવી શકાય છે અને વધુ પૈસા કેવી રીતે કમાઈ શકાય છે. તેનાથી પણ મોટી વાત એ છે કે આના દ્વારા સુખી અને સંતુષ્ટ કેવી રીતે રહી શકાય તે પણ જાણી શકાય છે.
ઉચ્ચ વિચારોનો જાદુ માત્ર પોકળ વાયદા નથી કરતી, પણ તમને જિંદગીમાં કામ આવે તેવી પ્રેક્ટિકલ પદ્ધતિઓ શીખવે છે. ડો. શ્વાર્ટ્ઝ જે રસ્તા બતાવ્યા છે તેના ઉપર ચાલીને તમે સરળતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકો છો પછી ભલેને તમારું લક્ષ્ય સારી નોકરી હોય, સુખી પરિવાર હોય કે સફળ સામાજિક જીવનજ કેમ ન હોય.
તેઓ એ સાબિત કરી બતાવે છે કે, મોટી સફળતા માટે અસાધારણ બુદ્ધિક્ષમતા કે પ્રતિભાની જરૂર નથી, તેના માટે તમારે માત્ર વિચારો ઉચ્ચ રાખવાની જરૂર છે. આ પુસ્તક તમને શીખવે છે કે તમે કેવી રીતે તમારા વિચારોને ભવ્ય બનાવી શકો છે અને સફળતાના શિખરો સર કરી શકો છો.
ડો. ડેવિડ જે શ્વાર્ટ્ઝ એટલાન્ટા સ્ટેટ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેઓ લીડરશિપ ડેવલપમૅન્ટ માટે કામ કરતી એડવાઈઝરી કંપની ક્રિયેટિવ એજ્યુકેશનલ સર્વિસિઝ ઈંકના પૅસિડેન્ટ પણ હતા.
– વિશ્વાસ રાખો કે તમે સફળ થઈ શકો છો અને તમે સફળ થશો • નિષ્ફળતાની બીમારી એટલે બહાનાસાઈટિસનો ઉપચાર કરો
– આત્મવિશ્વાસ જગાડો અને ડર ભગાડો
– સર્જનાત્મક ઢંગે કેવી રીતે વિચારીએ અને સપનાં જોઈએ
– તમારા દૃષ્ટિકોણને તમારો સાથી બનાવો કર્મઠ બનવાની આદત પાડો
– પરાજયને વિજયમાં કેવી રીતે બદલશો
– આગેવાનની જેમ કેવી રીતે વિચારશો
1 in stock