Welcome to Engineering Book Store!
-9%

ડીજીટલ માર્કેટિંગ પાર ના વિશ્વ ના શ્રેષ્ઠ પુસ્તકમાંથી શું શીખવા મળે છે.

90

ડીજીટલ માર્કેટિંગ પાર ના વિશ્વ ના શ્રેષ્ઠ પુસ્તકમાંથી શું શીખવા મળે છે.

આ શ્રેણી વિષે:
અભ્યાસ, નોકરી, વ્યવસાય કે જીવનમાં આગળ વધવા માટે પ્રેકટિકલ રીતે ઉપયોગી થાય તેવા પુસ્તકોને ‘મોટિવેશનલ’ કે ‘સેલ્ફ હેલ્પ’ના પુસ્તકો તરીકે ઓળખવામાં આવે છે અને મોટેભાગે અંગ્રેજીમાં આવા ઢગલાબંધ પુસ્તકો પ્રગટ થાય છે. સમસ્યા અહીંથી જ શરૂ થાય છે. એક તો પુસ્તકોની સંખ્યા અઢળક કહી શકાય તેમ હોવાથી શું વાંચવું તે નક્કી કરવું મુશ્કેલ છે, બીજું બધાં પુસ્તકો આપણે ત્યાં ઉપલબ્ધ હોતા નથી અને હોય તો ખૂબ મોંઘા હોય છે, ત્રીજુ પુસ્તકો અંગ્રેજીમાં હોય અને તેમાંના ખૂબ ઓછા પુસ્તકોના સંતોષકારક અનુવાદો થયાં હોવાથી ભાષાની પણ સમસ્યા નડે અને ચોથું તેમજ કદાચ સૌથી મહત્વનું, આટલું બધુ વાંચવાનો સમય ક્યાંથી કાઢવો?
વાંચન માટે પસંદગી, નાણાં, ભાષા અને સમય -આ ચારેય સમસ્યાઓનો એકસાથે ઉકેલ મળી જાય તો? પેલું કેટલીક સાયન્સ ફિક્શન ફિલ્મોમાં આવે છે તેમ માત્ર બુક પર હાથ મૂકી, બીજાનો હાથ પકડી કે માથા પર વાયરો ભરાવેલી હેલ્મેટ પહેરી પળવારમાં બધું જ્ઞાન મળી જાય તો કેવી મજા આવે? વેલ, આવું બધું અત્યારે તો ફક્ત કલ્પનાનો વિષય છે. આવા ચમત્કારો બને ત્યાં સુધી આપે અભ્યાસ, નોકરી, વ્યવસાય કે જીવનમાં આગળ વધવા શું વાંચવું તેનો ઉકેલ અમે શોધી કાઢયો છે! અને એ ઉકેલ એટલે આ શ્રેણી! આ શ્રેણીમાં વિવિધ વિષયો પરના જગતના શ્રેષ્ઠ અને બેસ્ટસેલર પુસ્તકો અમે ખાસ આપના માટે વાંચી તેનો વિચારસાર અલગ તારવી આપ્યો છે. આ બધા પુસ્તકોમાં શું શીખવા મળે છે તે અલગ તારવી આપના માટે રજૂ કર્યું છે. આ શ્રેણીના દરેક પુસ્તકમાં જે તે વિષયના કુલ 10 બેસ્ટસેલર પુસ્તકો સમાવાયા છે. કોઇપણ વિષયના 10 બેસ્ટસેલર પુસ્તકોનો એકદમ કાળજીપૂર્વક તૈયાર કરેલો વિચારસાર આપ ફકત એક જ કલાકમાં વાંચી જઇ શકો છો. હવે પી.કે. ફિલ્મમાં પેલાં એલિયનને હાથ પકડી બીજાની વાત જાણવામાં પાંચેક મિનિટ તો લાગતી જ ને? અહીં તમને 10 લેખકોના વિચારો જાણવા માટે માત્ર 60 મિનિટનો સમય લાગશે!

આ પુસ્તકમાં નીચેના ૧૦ પુસ્તકોનો અર્ક આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓનો અર્ક આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે:
1. STICKY MARKETING by Grant Leboff
2. GET SCRAPPY by Nick Westergaard
3. SOCIAL MEDIA MARKETING: An Hour A Day by Dave Evans
4. STICKIER MARKETING by Grant Leboff
5. YOUTUBE AND VIDEO MARKETING: An Hour A Day by Greg Jarboe
6. EVERYTHING I KNOW ABOUT MARKETING I LEARNED FROM GOOGLE by Aaron Goldman
7. DIGITAL ENGAGEMENT by Leland Harden And Bob Heyman
8. MARKETING IN THE AGE OF GOOGLE by Vanessa Fox
9. SOCIALNOMICS by Eric Qualman
10. UNMARKETING by Scott Stratten

SKU: EBSNL0026 Categories: , Tag:

1 in stock

Description

Digital Marketing Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe By Darsharli Soni

Quick Navigation
×

Cart